ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. મિટિંગ મેરેથોન હતી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી. નીતાની કંપનીના માણસો અને સાઉથ આફ્રિકાની કંપનીના માણસો વચ્ચે. પછી લંચ અને પછી પોસ્ટ લંચ બંને કંપનીના ડાયરેક્ટરો પોતાની કંપનીના જુનિયરો એ સવારે મિટિંગમાં જે માહિતી આદાન પ્રદાન કરી હતી. એના પરથી પોતપોતાના ફાયદા મુજબ એક મધ્યમ પડાવ પર પહોંચી ડીલ ફાઇનલ કરવાના હતા. એ ક્ષણ આવી ગઈ હતી. સાઉથ આફ્રિકાની કંપનીના માલિક ને પોતાને ત્યાં બનતું રો મટીરીયલ અહીં ભારતમાં કોઈ મજબૂત પાર્ટનર ઊભો કરીને વેચવું હતું. પણ એને અહીંયાની જવાબદારી પોતાની પાસે ન રાખવી હતી. એની