ગઝલ સંગ્રહ - ભાગ-2

  • 3.6k
  • 1.6k

6. ગઝલ - ડૂબવાનું હોય છેપછી જ ધીમે ધીમે હ્રદય સુધી પહોંચવાનું હોય છે,પ્રથમ તો બસ સ્મિતથી કામ ચલાવવાનું હોય છે.પછી એમાંથી ગમે તેમ કરીને ઉગરવાનું હોય છે,કોઈ પણ મુસીબત સામે એકલા લડવાનું હોય છે.અહેસાસ,વિશ્વાસ અને સહવાસ થવા લાગે જ્યારે,અસ્તિત્વ ખુદનું ભૂલી એકબીજામાં ડૂબવાનું હોય છે.એક ગુલાબી સવાર અને નાજુક સ્પર્શ એનો જોઈએ,વર્ષો જૂની વાતોને વાગોળવા પછી મૌન તોડવાનું હોય છે.પીડા અને અવગણનાને બીજે તો ક્યાં ઠાલવી શકે 'હાર્દ',સાંત્વના આપવા દિલને એકલતામાં રડવાનું હોય છે!-️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' _________