ચોર અને ચકોરી - 26

  • 3.5k
  • 1.9k

(જીગ્નેશ અને ચકોરી સીતાપુર પોહચે છે) હવે આગળ.... જીગ્નેશે એક ખેતરમાથી શેરડીનો સાઠૉ ખેંચી કાઢ્યો. " હં હં હં શું કરો છો?" ચકોરી એ એને રોકવાની કોશિશ કરી. "કોઈને પૂછ્યા વગર એના ખેતર માં થી શેરડી નો લેવાય." "કાં? " જીગ્નેશ એ હસતા હસતા પૂછ્યું. "એને ચોરી કહેવાય" ચકોરી નો એ ઉપદેશ સાંભળીને જીગ્નેશ ખડખડાટ હસી પડ્યો અને પછી હસતા હસતા પૂછ્યું. "તો હું કોણ છુ ?" જીગ્નેશ નો પ્રશ્ન સાંભળીને ચકોરી ગંભીર થઇ ગઈ. અને બોલી. "જીગા તું બ્રાહ્મણ નો દીકરો છો. તારા ભાગ્યે તને થોડાક સમય માટે ચોર જરૂર બનાવ્યો હતો. પણ એમાં વાંક તારો ન હતો.પણ હવે