વાત એક રાતની - ભાગ ૩

(21)
  • 4.3k
  • 1
  • 2.5k

ટ્રેનને સ્ટેશન ઉપરથી નીકળ્યાના લગભગ ચાર કલાક જેવું થયું હશે. કંપાર્ટમેન્ટ ની બારીઓની બહાર ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું. કંપાર્ટમેન્ટના ડોગ સ્કોડના જવાન એક ઊંચી જાતિના કુતરા સાથે આંટો મારી રહ્યા હતા. ડબ્બાના બધા જ મુસાફરો હવે ધીરે ધીરે ઊંઘવા લાગ્યા હતા. નિહારિકાની સાથે રહેલા એ વડીલ અને એમની પત્ની પણ નીંદરમાં હતા. પણ નિહારિકાની આંખોમાં એક ગજબની બેચેની હતી. એમની આંખો જોતાં લાગતું હતું કે, એ વર્ષોથી સુતી ના હોય. એમણે સાવધાનીથી આજુબાજુ જોયું અને પોતાના હાથમાં રહેલી ડાયરી સીટ ઉપર રાખી અને ઉભી થવા લાગી. "ક્યાં જઈ રહી છે...?" સાથે રહેલી મહિલાએ પૂછ્યું તો તે ગભરાય ગઈ.