તેજાબ - 10

(60)
  • 6.1k
  • 4
  • 3.7k

૧૦. ચોટ પે ચોટ....!  ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેન અટારી સ્ટેશન પર પહોંચી ગઈ હતી.  ટ્રેન થોભતાં જ સ્ટેશન પર કોલાહલનું વાતાવરણ દેખાવા લહ્યું.  સ્ટેશન નાનું હોવા છતાંય એના પ્રમાણમાં તેનું પ્લેટફોર્મ લાંબુ હતું. અન્ય સ્ટેશનોની જેમ ત્યાં લગભગ દરેક વિભાગની ઓફિસો હતી. જેમાં કસ્ટમ વિભાગની ઓફીસ ખૂબ જ મોટી હતી અને ત્યાં જ સૌથી વધુ અવરજવર હતી.  રેલવેના પાટાઓની પેલે પાર યાર્ડ તરફ રહેણાક ક્વાર્ટરો તથા માલનાં ગોદામો હતાં.  અત્યારે આખું સ્ટેશન રોશનીથી ઝળહળતું હતું.  દિલીપની સૂચના પ્રમાણે રેલવેસ્ટેશનને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ તથા મુખ્ય લાઈનની બીજી તરફ એકસો જેટલા સૈનિકો ઊભા હતા. આ ઉપરાંત ત્રીસેક જેટલી મહિલા