૯ હવે શું થશે...? ફોજીચોકીના વિશાળ હોલમાં અત્યારે લશ્કરના ઉચ્ચાધિકારીઓની મિટિંગ ચાલતી હતી. હોલમાં દિલીપનો ગંભીર અવાજ ગુંજતો હતો. ‘સંજોગો પળે પળે વિકટ થતાં જાય છે ! પરવેઝ આપણા કબજામાં છે એની આઈ.એસ.આઈ. ના ચીફ અબ્દુલ વહીદ કુરેશીને ખબર પડી ગઈ હોય એવું મને લાગે છે. એટલા માટે જ એણે હથિયારોની ખેપ ક્યારે ને કેવી રીતે આવવાની છે એ બાબાતમાં પરવેઝને ટ્રાન્સમીટર પર કશુંય જણાવ્યા વગર જ સંપર્ક કાપી નાખ્યો છે.’ અત્યારે બધા ઓફિસરોના ચહેરા પર ચિંતાનાં વાદળો ઘેરાયેલાં હતાં. ‘મિસ્ટર દિલીપ !’ બ્રિગેડિયર જશપાલસિંઘ બોલ્યો, ‘જો આ વાતની કુરેશીને ખબર પડી ગઈ હોય તો આપણા માટે મોટી મુશ્કેલી ઊભી