તેજાબ - 8

(60)
  • 5.9k
  • 5
  • 3.7k

૮. દુશ્મનની ચાલાકી...!  બંકરમાં ગુંજતો ધુઆંધાર ગોળીઓ છૂટવાનો તથા ચીસોનો અવાજ હવે થોડો ઓછો થઈ ગયો હતો.  મોટા ભાગના ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.  છતાંય હજુ પણ ઘણી જગ્યાએ સૈનિક તથા ત્રાસવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલતું હતું.  નાસીરખાન બંકરના છેડે પાછળના ભાગમાં આવેલા એક રૂમમાં હતો. આ રૂમમાં જ નાસી છૂટવાનો ગુપ્ત માર્ગ હતો. અત્યારે બે ત્રાસવાદીઓ પૂરી તાકાત અને સ્ફૂર્તિથી રૂમની એક દીવાલ તોડતા હતા. દીવાલની બરાબર પાછળ એક સુકાયેલો કૂવો હતો અને આ કૂવો ‘ટાઈગર હિલ’ની નજીકમાં જ હતો. કટોકટીના સમયે કૂવાના માર્ગેથી નાસી છૂટવાના હેતુથી જ આ ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો હતો.  દીવાલમાંથી ત્રણ-ચાર ઇંટો નીકળતાં જ કૂવો દેખાવા