તેજાબ - 4

(52)
  • 6.2k
  • 6
  • 3.8k

૪  ત્રાસવાદીઓનું બંકર  તે આશરે એક કિલોમીટરના વિશાલ ક્ષેત્રફળમાં ફેલાયેલું ખૂબ જ મોટું બંકર હતું. આ બંકર જ ત્રાસવાદીઓ માટેનું તાલીમકેન્દ્ર હતું. ત્રાસવાદીઓએ ખૂબ જ મહેનતથી ‘ટાઈગર હિલ’ની નીચે ભૂગર્ભમાં આ બંકર બનાવ્યું હતું. બંકર એકદમ સલામત હતું.  ‘ટાઈગર હિલ’ પાસે જ એક ઝૂંપડી હતી, જેમાં સુરદાસ વૃદ્ધા રહેતી હતી. એ ઝૂંપડીમાંથી જ વાસ્તવમાં બંકરમાં આવવા-જવાનો માર્ગ હતો. ઝૂંપડી બે ભાગમાં વહેંચાયેલી હતી. પાછલા ભાગમાં આવેલ લાકડાની એક સીડી નીચે બંકર સુધી પહોંચતી હતી. ત્રાસવાદીઓ આ સીડી મારફત જ આવ-જા કરતાં હતા.  બહારથી સુરદાસ દેખાતી એ વૃદ્ધા વાસ્તવમાં સુરદાસ નહોતી, એ માત્ર સુરદાસ હોવાનું નાટક જ કરતી હતી અને ત્રાસવાદીઓની