એક પૂનમની રાત - પ્રકરણ - 120 - છેલ્લો ભાગ

(196)
  • 5.9k
  • 3.8k

એક પૂનમની રાત પ્રકરણ -120   નાનાજીએ માથું નીચું કરી નમસ્કાર કર્યા ત્યાં એ નાગ નાનાજીનાં માથા પર સ્પર્શ કરીને અદ્રશ્ય થઇ ગયો. નાનાજીએ માથું ઊંચું કર્યું એમની આંખોમાં આંસુ ઉભરાયાં હતાં એમણે બે હાથ જોડી દીધાં નમસ્કાર કર્યા. દસે દસ દિશાઓમાં નમસ્કાર કર્યા બધાનો ખુબ આભાર માન્યો અને બોલ્યાં તમે સહું પવિત્ર જીવોએ મને આ હવનયજ્ઞ કરવા માટે અવસર આપ્યો અહીં ડો દેવદત્તજી જેવી વિભૂતિ હાજર છે એ મારાં અહોભાગ્ય છે બધાનો હું ફરી ફરી આભાર માનું છું અને એમની આંખોમાંથી આંસુ ઉભરાવા લાગ્યા. બધી વિધિવિધાન પૂરાં થઇ ગયાં પછી બધાંને સંબોધીત કરતાં દેવાંશે કહ્યું હું દેવેન્દ્ર સર્વ હાજર