કનેક્શન-રૂહ સે રૂહ તક - 3

(16)
  • 4.4k
  • 2
  • 2.7k

૩.રહસ્ય પહેલીવાર વિશ્વાસ અજયની વાતથી ચિડાયો હતો. એ થોડાં ગુસ્સા સાથે અપર્ણા જે તરફ ઉભી હતી, એ તરફ આગળ વધી ગયો. એ કોઈ સાથે વાત કરી રહી હતી. એ દરમિયાન જ વિશ્વાસે અચાનક જ એનો હાથ પકડી લીધો, અને એને ખેંચીને થોડી દૂર લઈ ગયો,‌ "આ શું કરે છે? મારો હાથ છોડ." અપર્ણા થોડાં ગુસ્સા સાથે બોલી. "હેય, એકદમ ચુપ." વિશ્વાસે અપર્ણાનો હાથ છોડીને અચાનક જ ભરપૂર ગુસ્સા સાથે એની આંખોમાં જોઈને બોલ્યો, "તારાં લીધે આજે પહેલીવાર અજય મારી ઉપર ગુસ્સે થયો. એણે મને એવું કહ્યું, કે મેં મારું વર્તન નાં બદલ્યું. તો એ સિરિયલ માટે મારી જગ્યાએ બીજો કોઈ