" કૉલેજ કેમ્પસ "ભાગ-3 વેદાંશ ક્રીશાને કહે છે, " એક વાત કહું કીશુ, એક સ્ત્રી પુરુષ માટે પોતાના ઘર માટે, કેટલું બધું કરે છે પોતાના આખાય જીવનનો ભોગ આપી દે છે. પોતાના પરિવારને, એક વારસદાર આપે છે અને તેનો વંશ આગળ વધારે છે અને બદલામાં તે કોઈજ આશા નથી રાખતી તો પછી તે જ્યારે માતૃત્વ મેળવવાની નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તેની પૂરેપૂરી કાળજી લેવી જ જોઈએ તો તે એક તંદુરસ્ત, સ્વસ્થ અને સુંદર બાળકને જન્મ આપી શકે. ક્રીશા વેદાંશની સમજણભરી વાતો સાંભળીને તેની ઉપર પ્રભાવિત થઈ ગઈ અને પોતાને આવો સમજણભર્યો પતિ મળ્યો છે તેથી ખૂબજ ખુશ