પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૨

(16)
  • 2.5k
  • 1.5k

શ્યામા એના લહેરાતા પાલવ અને વાળ સાથે રિવરફ્રન્ટ પાસે શ્રેણિક જોડે આવીને ઊભી રહી,બન્ને વચ્ચે એક મૌનમાળા સ્થપાયેલી હતી, જે જગ્યાથી તેઓની જીવનની શરુઆત થઈ હતી એ જગ્યાનો આભાર રખે ભૂલી શકાય? પવનની લહેરખીઓ સાથે આવી રહેલા ઠંડા પાણીની લહેર વાતાવરણને ઠંડી કરી રહી હતી, ઉપરથી વરસાદી વાદળોએ સૂર્યના બળબળતા તાપને પોતાના માથે લઈને એક પ્રાકૃતિક છત્રી બનાવી દીધી છે, કુદરત પણ જણાતી હતી કે હવે એટલા વર્ષે તેઓ અહી આવ્યા છે તો એમને ફરીથી એ દિવસો યાદ કરાવી દેવા પડશે! જ્યારે તેઓ આગાઉ મળેલા ત્યારે બળબળતી ગરમીનો સમય હતો પરંતુ આજે વાતાવરણે પલટો લીધો છે, એ વખતે વચનોબદ્ધ થવા