પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૯

(18)
  • 3k
  • 1
  • 1.6k

કાકાએ સવાલ પૂછ્યો એની સાથે શ્રેણિક સફાળો થયો અને," જી...મને તો ગમ્યું! સારું છે.... અહીંની પબ્લિક માયાળુ છે!" "ગુજરાતી એ ગુજરાતી! ક્યાંય પણ જાઓ તેઓની છાપ ઉભરી આવે!" - સરલાકાકી બોલ્યાં, ગુજરાતી અને ગુજરાતની વાતોમાં બધા પરોવાઈ ગયા, શ્યામા અને શ્રેણિક પણ એમાં ધીમે ધીમે જોડાયા, થોડી વાર ચા નાસ્તો થયો ત્યાં સુધી બધા જોડે બેઠાં, જે કામ માટે આવેલા એનો હવે સમય આવી ગયો હતો. "તો હવે? શ્રેણિક તમારે બહાર જવું છે?"- રીનાબેન બોલ્યાં. "મને તો બધે ફાવશે...."- શ્રેણિક બોલ્યો. "શ્યામા રિવરફ્રન્ટ તરફ આંટો મારી આવો, સારું રહેશે હમણાં આ સમયે!"- અનુભવભાઈએ શ્યામાને સજેશન આપ્યું. "આમ પણ શ્રેણિક કહેતો