શ્યામાને જવાબ આપવા માટે એક રસ્તો મળ્યો, દાદા જોડે સમય માંગી લીધો અને મુલાકાત માટે સૌએ સહભાગી થઈને દાદાને માનવી પણ લીધા. શ્યામા ખુશ થઈ ગઈ, કે એને એની વાત રાખવા માટે હજી એક મોકો મળી ગયો, શ્યામા હવે વધારે મક્કમ બની, એને એના જીવનના લક્ષ્ય વધારે ધારદાર લાગવા માંડ્યા, એ ગમે તે રીતે શ્રેણિકને એની વાત રજૂ કરીને મનાવવા માંગતી હતી, એને શ્રેણિક ગમી તો ગયો હતો પરંતુ એના જીવનની રાહમાં એનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય, અગાઉ વાત થઈ હતી એ પ્રમાણે શ્રેણિકને એના આગળ ભણવા અને એના પગભર ઊભા રહેવા માટે કોઈ રોકટોક નહોતી,