પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૦

(23)
  • 3.1k
  • 2
  • 1.8k

શ્યામાનું ઘરમાં આવી ત્યાં તો એની કાકીઓ એના માથે આવીને બેસી ગઈ, ગૌરીબેન પણ જોડે હતા, પોતાની દીકરીના મનમાં શું ભાવો છે એ જાણવા તેઓ પણ આતુર હતાં, સરલાકાકીએ એના દિલથી સૌથી નજીક હતા, જે વાત કહેવામાં એ ગૌરીબેન આગળ ખચકાતી એ વાત કહેવામાં શ્યામા સરલાકાકી જોડે કોઈ દિવસ પાછી નહોતી પડતી, સરલાકાકી જોડે એનું ટયુનિંગ એક કાકી ભત્રીજી કરતાં બે બહેનપણીઓ જેવું હતું, ઉંમરમાં ફરક ભલે હતો પરંતુ એમનાં વિચારો હંમેશ માટે એક સરખા હતા, સરલાનું ભણતર, એના શહેરી વિચારો એ બધું શ્યામાને એમની જોડે બાંધી રાખતું, એવું નહિ માત્ર, શ્યામા અમદાવાદ જઈને આટલું ભણી એના માટે પણ સરાલ્લકાકીનો