પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૯

(20)
  • 3.1k
  • 3
  • 1.8k

કરુણાની કરુણા સમજનાર શ્યામાએ એને ન્યાય અપાવ્યો, ભીખીબેનની આંખ ઉઘડી અને એમનાં ઘરમાં કાયમી શાંતિ સ્થપાઈ એનાથી શ્યામનું મન પ્રફુલ્લિત થઇ ગયું, એના બે વચનો કોઈના માટે આશિષ બનીને ઊભા રહ્યા એ એના માટે સૌભાગ્ય હતું. એ બધી સમજાવટ કરીને ઘરે આવી, રસ્તામાં પછી માયાના ઘરે આંટો કરી આવી, શ્યામા ગામમાં બધાની લાડકવાયી એટલે એટલે એ કશે પણ જાય એટલે માન સાથે એનો આવકાર થતો, બાળપણની પગલીઓ અમરાપરની ધૂળમાં રગદોળીને મોટી થયેલી શ્યામાએ ઉંમરની સાથે સૌના મનમાં પણ પોતાનું સ્થાન મેળવી લીધું હતું, એનો હસમુખો અને આખાબોલો સ્વભાવ બધાને ગમી જતો, નાનકાઓ સાથે નાનું અને મોટેરા સાથે મોટું થઈને રહેવું