પુંજોભાઈને રઘુભાઈ દોડીને ખડકી ઉઘાડવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ ખડકી બહારથી બંધ હતી. બંનેના મનમાં હજી ઉચાટ હતો. તે બંનેને એવું લાગ્યું કે શિકારી હાથમાંથી છટકી ગયો. આટલી મહેનતે અને આટલો નજીક આવેલો શિકારી હાથમાંથી છટકી ગયો તેના ગુસ્સાથી રઘુભાઈ,કે જે પડછંદ શરીરવાળા છે એણે જૂની ખડકીને એક એવી લાત મારી કે ખડકીનું એક બારણું મીજાગરામાંથી ખડી ગયું,ને હેઠું પડ્યું. ત્યાંથી નીકળી બંને દોડતાં દોડતાં બહાર નીકળ્યાં. આજુબાજુમાં રહેતા લોકોએ હાકલા પડકારાને દોડાદોડીનો અવાજ સાંભળ્યો. થોડી જ વારમાં ચારેબાજુ લોકોના ટોળા એકઠા થઇ ગયા. આમાંથી ઘણા તો આ શિકારીના સાથમાં હોય તેવું લાગતું હતું. તેઓ અંદરો અંદર, " કિસી કે