વાત એક રાતની - ભાગ ૧

(23)
  • 7.1k
  • 1
  • 3.7k

હું હંમેશાથી માનતો આવ્યો છું કે જિંદગીની મુશ્કેલ પરિસ્થિતિઓમાં બે રસ્તા માંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો હોય ત્યારે ભગવાન હંમેશા એક હિન્ટ આપતા હોય છે. તે આપણને બતાવે છે કે કયો રસ્તો સાIચો છે અને કયો ખોટો. ક્યારેક ઘટનાઓ દ્વારા તો ક્યારેક પ્રાર્થનાઓથી તો ક્યારેક કોઈની સલાહોથી તો ક્યારેક એવું કોઈ દ્રશ્ય દેખાડીને કે જે પોતાની પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં મદદ કરી શકે. પણ દિલની એ અવાજ આપણે ઘણીવાર સાંભળતા નથી. એવી જ એક ઘટના મારા કોલેજકાળની છે. લગભગ આંઠ વર્ષ પહેલાની. બપોરના સમયે હું રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહમાં બેઠો હતો. સ્ટેશન પરના કોલાહાલની વચ્ચે હું દુંર થી આવતા