હત્યા- આત્મહત્યા

(33)
  • 4.3k
  • 1.7k

હત્યા- આત્મહત્યા -રાકેશ ઠક્કર ઇન્સ્પેક્ટર સંતોષ સિંહ આરામથી બેઠો હતો ત્યારે દોસ્ત અખિલ સિંહનો ફોન આવ્યો. સંતોષ સ્ટાઇલમાં બોલ્યો:'બોલ ભીડુ!' 'મૈં કોઇ ગુનહગાર જૈસા નહીં હું. દોસ્ત કહકર તો બુલા...' અખિલનો અવાજ ગંભીર હતો. 'અરે યાર! સોરી! આ ગુનેગારો સાથે રહીને મને એમની ભાષા આવડી ગઇ છે...' સંતોષ માફી માગતો હોય એમ બોલ્યો. 'ગુનેગારો સાથે રહીને તું પણ ગુનેગાર જેવો ના બની જતો...' અખિલે સલાહ આપવાના ભાવ સાથે કહ્યું ત્યારે સંતોષના દિલમાં એક ખટકો થયો. એને એક અઠવાડિયા પહેલાંની ઘટના યાદ આવવા લાગી. એને આ ક્ષણે ભૂલીને કહ્યું:'કંઇ ખાસ કામથી ફોન કર્યો હતો?' 'હા, મારે આવતીકાલે સવારે બે વાગ્યાની ટ્રેન