આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૭ દિયાન શિનામિની રાહ જોઇ રહ્યો હતો. તેના ખાલી મનમાં વિચારો આવવા લાગ્યા. માતા-પિતાના પ્રતિભાવ આશ્ચર્ય પમાડનારા હતા. જે માતા-પિતા તેના હેવાલી સાથેના લગ્ન ટકી રહે એ માટે સતત પ્રયત્ન કરતા હતા એ હવે છૂટો દોર આપી રહ્યા છે. હેવાલીના સ્થાને બીજી છોકરીને લાવવાની સંમતિ આપી દીધી છે. હું અને હેવાલી પ્રકૃતિ બંગલો પર ગયા એ દરમ્યાન અહીં કોઇ ઘટના બની ગઇ છે અથવા માતા-પિતા મારી ખુશી ચાહે છે. એ મારા નિર્ણય સાથે સહમત થઇ રહ્યા છે. એમ લાગતું હતું કે મારા હેવાલીથી અલગ થવાના આખરી નિર્ણય સામે તેઓ ભારે વિરોધ નોંધાવશે. પરંતુ મારી વાતને