સ્વીકાર

  • 4.3k
  • 1.5k

અમદાવાદ થી રાજકોટ તરફ જતી ગુરુજર-નગરી મધ્યમ ગતિથી આગળ વધી રહી હતી. બસના ડ્રાઇવર ડુંગરાળ પ્રદેશમાં પોતાના અનુભવથી રોલર કોસ્ટર નું સ્મરણ કરાવી રહ્યા હતા. સુરજદાદા પણ આજે હાફ ડે કરવાના મૂડમાં હોય એમ આછો પાતળો તાપ વરસી રહ્યો છે, જેથી બહારના કુદરતી દ્રશ્ય ને પણ સોનેરી ફિલ્ટર પ્રાપ્ત થયું હતું.લીલી-ચટાક ચૂંદડી ધારણ કરેલ ચોટીલા ના ડુંગર જોતાં વિન્ડો સીટ પર બેઠેલી ઈરા તેમા એક વાર્તાનુ તણખલું શોધી રહી હતી અને સાથે ઠંડી ઠંડી કોફીની નાની નાની ચુસ્કી પણ તેનો ભરપૂર સાથ આપી રહી હતી. વાર્તા કે વિચાર ચા-કોફી વગર એવા અધૂરા જેસે "જલ બીન મછલી...." બરોબર કીધું ને ?તેણી