An innocent love - Part 11

  • 2.3k
  • 1
  • 1.1k

પાછળના ભાગમાં આપણે જોયું કે...મમતા બહેને બધાના નાસ્તાના ડબ્બા પણ પેક કરી રાખ્યા હતા. પાછળ ભરાવેલી સ્કૂલબેગ, ગળે વોટરબેગ લટકાવેલ અને સાથે આજે એક નવા સદસ્યની સાથે આં ટોળકી ઉત્સાહથી સ્કૂલની વાટે નીકળી.હવે આગળ........ચારેયની ટોળકીને સ્કૂલે જવા નીકળતા જોઈ કાનજીભાઈ સુમનનો હાથ પકડી બોલ્યા, ચાલ હું તને સ્કૂલ મૂકી જાઉં દીકરી આજે તારો નવી સ્કૂલમાં પહેલો દિવસ છે ને એટલે આજેતો હું તને મારી સાઇકલ ઉપર બેસાડીને લઈ જઈશ. આ સાંભળતાજ રાઘવે તરત એમના હાથમાંથી સુમનનો હાથ ખેંચી પોતે પકડી લીધો."અરે મોટા કાકા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હો, હું છું ને, હું મારી સુમીનું ધ્યાન રાખીશ અને એને