An innocent love - Part 8

  • 2.5k
  • 1
  • 1.3k

"લાય આપ મારી રાધા મને પાછી. આ મારી ઢીંગલી છે, અને મને પૂછ્યા જાણ્યા વિના તમે લોકો આને કેવી રીતે અહી લઈ આવ્યા?"આવીને સીધાજ સુમનના હાથમાંથી પોતાની ઢીંગલી જાણે ઝૂંટવતાં મીરા ગુસ્સે થતી બોલી."પણ મીરા દીદી આતો મને મમ્મીએ જ આપી હતી", પોતાનો પક્ષ રાખતો રાઘવ વચ્ચે આવી પડ્યો."હા તો શું થયું? આ મારી ઢીંગલી છે, તમારે લોકોએ મને પૂછવું જોઈએ, વળી આતો મને હમણાજ મારી બર્થડે ઉપર મળી છે માટે આ મારી ખુબજ ફેવરીટ ઢીંગલી છે, હું કોઈને અડકવા પણ ન દઉં, અને તમે લોકોતો એને ઉપાડીને અહીં લઈ આવ્યા સીધી. આવું હું જરાપણ ન ચલાવી લઉં, હવે પછી