શીર્ષક : ચોમાસુ (લઘુ વાર્તા )સર્જક : જયેશ ગાંધી તા.૧૪.૦૬.૨૨ વાતાવરણ માં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો ,સવાર થી જે ઉકળાટ હતો તેમાં હવે રાહત હતી.સૌ અબાલ વૃદ્ધ વરસાદ શરુ થાય તેની રાહ જોતા હતા.ખેતર માં ગયેલ ખેડૂત ને વાવણી માટે ની ઉતાવળ હતી તો દુકાને બેઠેલ શેઠિયા ને માલ પલળી ના જાય તેની ચિંતા હતી,નાના બાળકો ને નહાવાની તો સ્વાદ રસિયા ને ભજીયા ની લહેજત ની પડી હતી.કેટલાક ચા -પ્રેમી સવાર થી વરસાદ ની રાહ જોતા હતા. મોર ના ટહુકા થી લઇ મેલા થઈગયેલ વૃક્ષો ના પાન પણ વરસાદ ના આવવા ની રાહ જોતા હતા .સૌ ના હૃદય માં