રુદ્ર ની સ્કુલનો પહેલો દિવસ

  • 5.4k
  • 1.9k

રોજની જેમ મારા રૂમમાં હું અને રૂદ્ર રમતા હતા મસ્તી કરતા હતા હવે રાત્રીના અગિયાર વાગ્યા હતા એટલે મે રુદ્રને કીધું ચાલો હવે આજથી વેલા સૂઈ જવાનું છે એટલે એના સહજ સ્વભાવે મને પૂછ્યું : કેમ પપ્પા? હું બોલ્યો : બસ, બેટા હવે કાલથી સ્કૂલ શરૂ, કાલથી રોજ રાત્રે દસ વાગે એટલે સૂઈ જવાનું અને સવારે સાત વાગે જાગવાનું અને તૈયાર થઈ સ્કૂલે જવાનું.રુદ્ર એ એક મસ્ત સ્માઈલ આપી અને ઓકે પપ્પા કીધું પછી મારા ગાલ પર એક મીઠી કિસ કરી એની મમ્મી પાસે જતો રહ્યો અને એની સાથે વાતો કરવા લાગ્યો,લગભગ દસેક મિનિટ માં એનો અવાજ આવતો બંધ થયો