*તુલસી*મીનાબેનના પતિ હસમુખભાઈ છેલ્લાં દોઢ વર્ષથી પથારીમાં હતાં. એક એક્સિડન્ટમાં એમને સ્પાઈન ઈંજરી થઈ હતી.હસમુખભાઈ હવે કંટાળી ગયા હતાં પણ મીનાબેન હૃદયપૂર્વક એમની સેવા કરતાં હતાં.એ બંને નિઃસંતાન હતાં વળી,મીનાબેનને એમનાં પતિ સિવાય કોઈ હતું જ નહિ ના સાસરે કે ના પિયર! હસમુખભાઈ એક બિલ્ડર હતાં એટલે આમ તો સારી એવી બચત હતી પણ એમનાં એક્સિડન્ટ પછી પડતર અવસ્થામાં હવે બચત પણ દિવસે-દિવસે અછતમાં પરિવર્તિત થતી જતી હતી.એમને મીનાબેનની ચિંતા રહેતી હતી.સૂતાં સૂતાં વિચારે ચડી જતાં કે હું ન હોઉં અને કોઈ રોકડ પણ ન બચી હોઈ તો મારાં પછી મીનાનું શું?મીના કઈ રીતે રહી શકશે મારાં વગર?ના..ના..એ તો રહી