જ્યારથી સુમન એના ઘરમાં આવી ત્યારથી જ પોતાની માની સાથે સાથે બે વર્ષના રાઘવે પણ સુમનની નાની નાની જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘરમાં પોતાનાથી પણ નાનું બાળક આવતા રાઘવ જાણે ખૂબ મોટો થઇ ગયો હોય એવું વર્તન કરતો, તે આખો દિવસ સુમનની આગળ પાછળ ફર્યા કરતો અને પોતાની માને આં બાળકીને સાચવતા નીરખ્યા કરતો. ક્યારેક નાનકડી બાળકીને હસતી જોઈ તે ગેલમા આવી જતો તો ક્યારેક એને રડતી જોઈ ગભરાઈ જતો. પણ તેની આસપાસ મા સિવાય કોઈને જલ્દી ફરકવા પણ દેતો નહિ, જાણે નાનપણથીજ એના પ્રત્યે રાઘવને પોતાનું માલિકી પણું અનુભવાતું હતું. રાઘવ માટે નાનકડી આં પરી એના માટેજ આં ધરતી