પ્રેમ - નફરત - ૩૩

(41)
  • 5.2k
  • 4
  • 3.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૩'મા, મેં લાંબું વિચારીને જ આ નિર્ણય લીધો છે...' રચના મક્કમ સ્વરે બોલી.મીતાબેનને લખમલભાઇનું નામ સાંભળ્યા પછી ભૂતકાળ યાદ આવી રહ્યો હતો. દીકરી લખમલભાઇના પરિવારની વહુ બનવા જઇ રહી છે એ વાત પહેલાં તો એમના માન્યામાં જ આવતી ન હતી. જ્યારે એ વાત મન સ્વીકારી રહ્યું ત્યારે રચના એક મોટું જોખમ લઇ રહી હોવાનો ખ્યાલ આવી રહ્યો હતો. રચનાનો નિર્ણય જાણીને તેના મનમાં વર્ષોથી કોઇ યોજના આકાર લઇ રહી હોય એવું મીતાબેનને સમજાતું હતું. તેમનું મન એક બાજુ કહેતું હતું કે દીકરી હવે એક દીકરાનો ધર્મ નીભાવવા જઇ રહી છે ત્યારે બીજી તરફ તેની