કર્મોનો હિસાબ - (ભાગ ૧૭)

(12)
  • 3.5k
  • 1.6k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૭ ) બહું બધા વિચારો, સપના પુરા થવાની લાગણી, મન માં જોયેલો પ્રેમ, મન પર મુકેલો અઢળક વિશ્વાસ આ બધુંજ અનન્યા વિચારી રહી હતી. બસ મનમાં ખોવાઇ એના થઈ જવું હતું. આ બધા વિચારોમાં હતી ત્યાજ તંદ્રા તોડતો ઘરનો ડોરબેલ વાગ્યો. અનન્યા સફાળી જાગી અને દરવાજા તરફ ભાગી. દરવાજો ખોલી મન ને ફ્લેટ માં બોલાવી લીધો અને અપલક જોવા લાગી. જે વ્યક્તિ સાથે લગ્ન કરવાના શમણાં જોયા એ આજે પૂરા થઈ રહ્યા હતા. મન આજે અનન્યા ની પસંદના ઓક્સફોર્ડ બ્લૂ કલર નો શર્ટ અને ગોલ્ડન યલો કલરના પેન્ટ માં અનન્યા ના મનને મોહી રહ્યો હતો.