An innocent love - Part 1

  • 4.4k
  • 1
  • 2.2k

કેસરી રંગની છાંટ ધરાવતી ઓઢણી ઓઢી કોઈ નવયૌવના જાણે પોતાના પ્રિયતમને મળવા અધીરી થઈ હોય એમ સોનેરી સાંજની ઉગતી સંધ્યા જાણે સૂરજ સાથેના મિલનને તરસી રહી હતી. એ સમયે ગામની સીમમાંથી ગુજરી રહેલા ગૌ ધનની પાછળ ઊડતી રજકણોની ડમરીઓ માં એક દોડતો ભાગતો ઓછાયો ગુજરી રહ્યો હતો જાણે કોઈને સોધી રહ્યો હતો. અહી તહી દેખતો તે બસ ભાગી રહ્યો હતો, એના મોં એ એક જ શબ્દ ગુંજી રહ્યું હતું "સુમી...." થોડી દૂરજ એને પોતાની તલાશ પૂરી થતી લાગી અને બની શકે એટલી ઝડપે દોડતી તે ત્યાં જઈ પહોંચ્યો, પણ એની પાસે જતાં જ તે ઓછાયો ડઘાઈ ગયો. "અરે આ શું