કનેક્શન-રૂહ સે રૂહ તક - 1

(19)
  • 7.9k
  • 1
  • 4.7k

પ્રસ્તાવના ઘણી વખત એવું થતું હોય છે, કે કોઈ વ્યક્તિને જોયાં પછી આપણે એનાં વિશે વિચારતાં થઈ જતાં હોઈએ છીએ. એને સમજવાના પ્રયત્નો કરવાં લાગીએ છીએ. એમાં કંઈક તો ખાસ છે, એવું અનુભવવા લાગીએ છીએ. હવે આ બધું કેમ થાય છે? એ આપણે નથી જાણતાં. એને આકર્ષણ કહેવું કે પ્રેમ? એ સમજમાં નથી આવતું. પરંતુ, એવાં બધાં લોકો માત્ર બીજાનાં જીવનમાં અમુક બદલાવો લાવવાં માટે જ આવતાં હોય છે. એમનો સાથ જીવનભર રહેશે જ, એવું કહેવું થોડું અઘરું છે. આ કહાની કંઈક એવાં જ બે વ્યક્તિઓની છે. જેનું એક ખાસ સફર છે. જેમાં બંનેનાં જીવનનાં અમુક મહત્વનાં સત્યો એ બંનેની