સાધના આજે કંઈક વધારે શ્વેત લાગતી હતી વધારે સુંદર લાગી રહી હતી કોઈ સમજી ન શકતું હતું. આ સુંદરતા ત્યાગની હતી કે સમર્પણની કે ખુદ સાધનાની પોતે કરેલા નિર્ણયની. પોતે કરેલા નિર્ણયથી પોતાને સાંત્વના મળતી હતી.એ વિચારથી સાધના સ્વસ્થ હતી.જ્યારે ઘરના બધા જ વિચલિત હતા.તોપણ...સ્વસ્થ સાધના ભૂતકાળના ઘેરામાં ઘેરાયેલી હતી, એવું એના હાથની આંગળીઓ અને ચહેરાના હાવભાવ સ્પષ્ટ કહેતા હતા.નસીબ તો કદાચ પહેલેથી જ સાધનાના હાથ વગુ હતું તેમ,...જન્મી ત્યારથી જ પોતાના મહાશ્વેતા જેવા રૂપ ને લીધે સૌની લાડકી હતી ...મોટી થતી ગઈ તેમતેમ ગુણ પણ નીખરવા લાગ્યા..એટલે સ્વભાવિક છે કે ...લાડકોડ પણ વધતા ગયા..પણ મા-બાપના સંસ્કારે એને ભડકવા પણ