ઈ.સ.1899 ના સમય માં અંગ્રેજો નુ ભારત પર પ્રભુત્વ હતું. આ સમય માં ભારત ના નાગરિકો માં થોડો એકતા નો અભાવ હતો અને થોડો અંગ્રેજો નો ડર.પરંતુ આપણા ઘણા શૂરવીરો દેશ માટે કંઈ પણ કરવા તૈયાર હતા.આવા કપરા સમય માં જમ્મુ કાશ્મીર માં એક નાના ગામ માંએક સામાન્ય પરિવાર માં એક બાળકી નો જન્મ થયો.તેનુ નામ નેત્રા પાડ્યું.પિતા ગુલશન સિંહ સૈનિક હતા.અને માતા નુ નામ સહેનાઝ.તેનો મોટો ભાઈ અવિનાશ.એમ ચાર સભ્યો નો પરિવાર.આજ સમયે ગુજરાત માં એક ગામ માં શેઠ ને ત્યાં એક બાળક નો જન્મ થયો.તેનુ નામ ઉત્તમ.પિતા સૂરજ શેઠ અને માતા મહિમા. સૂરજ શેઠ ગામ ના ધનવાન લોકો