" કૉલેજ કેમ્પસ "ભાગ-30ક્રીશા પરીને લઈને માધુરીના રૂમની બહાર નીકળી ગઈ પાછળ પાછળ વેદાંશ પણ બહાર નીકળી ગયો. વેદાંશ અને ક્રીશા બંને પંદર દિવસ પ્રતિમા બેનની સાથે રોકાયા અને પછી બેંગ્લોર જવા માટે રવાના થયા. વેદાંશે પ્રતિમાબેનને પોતાની સાથે બેંગ્લોર આવવા માટે ખૂબ કહ્યું પણ પ્રતિમાબેનનું મન માધુરીને અહીં અમદાવાદમાં એકલી છોડીને બેંગ્લોર જવા માટે તૈયાર ન હતું તેથી તેમણે "ના" જ પાડી. ક્રીશા અને વેદાંશ બંને બેંગ્લોર તો સુખરૂપ પહોંચી ગયા હતા પણ અહીં આવ્યા પછી ક્રીશાની તબિયત થોડી બગડી ગઈ હતી અને તેને વોમિટીંગ ચાલુ થઈ ગયું હતું એટલે વેદાંશ તેને કહી રહ્યો હતો કે, "વેધર ચેઈન્જ થયું