દરિયા નું મીઠું પાણી - 2 - ધાનબાઈ મા

  • 4.8k
  • 2.8k

ગોંડલ તાબાના મોણપરી ગામમાં સને 1932 આસપાસ બનેલી આ ઘટના છે. જોકે હાલ મોણપરી ગામ ગીર પંથકના વિસાવદર તાલુકામાં આવેલું છે. સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા પોતાના ઘોંસલા ભેગા થવા અધીરા થયા હતા. ગોવાળીયા વગડેથી પાછા ફરતા ગાયો-ભેંસોના ભાંભરડા-ગાંગરવા વચ્ચે વાછરૂ-પાડરૂના મીઠા સૂરોથી મોણપરી ગામ ગોકળ જેવું રૂડુ લાગતું હતું. રામજી મંદિરમાં ઝાલર-નગારાના મધુર સંગીત સાથે આરતી થઈ રહી હતી. ખેડૂતો આખો દિવસનો થાક ઉતારતા ફળિયામાં ખાટલા ઢાળી નિરાંતે લાંબા થયા હતા. તો દિવસભરની દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી. તો માલધારીઓ ગાયો-ભેંસો દોહી વાછરૂ-પાડરૂને છૂટા મુકતા ચારેબાજુ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મોણપરી ગામના પસાયતા