(કાંતુ. ઓલી આંગળા કાપવાની છરી લઈ આવ.પછી જોઈએ કે ક્યા આ સુઘી મોઢુ નથી ખોલતો." અને આ શબ્દ સાંભળતા જ કેશવ ના પેટમા ધ્રાસકો પડ્યો.).. હવે આગળ..... કેશવને હજી એમજ લાગતુ હતુ કે અંબાલાલ એની સાથે ધોલધપાટ ભલે કરે. બહુ બહુ તો ચાબુકના ફટકા મારશે. અને એ બધુ સહન કરવાની ત્રેવડ તો એનામા ઘણી ભરી પડી હતી અને જ્યારે અંબાલાલે આંગળા કાપવાની છરી કાંતુ પાસે મંગાવી ત્યારે પણ એને તો એમજ લાગતુ હતુ કે આતો મને બિવરાવવાનો પ્રયાસ થય રહ્યો છે. આંગળા કાપી નાખે એટલી ક્રુરતા એક વાણિયામા તો નોજ હોય. પણ એ નોતો જાણતો કે આ વાણિયો કોઈ નોખી