જ્ઞાનચંદ સલવાયો જ્ઞાનમાં.

  • 2.9k
  • 972

માનવી નું પણ ગજબ નું છે જ્યાં થી મળે ત્યાંથી લઈ જ લેવા નું ચાહ છે. મતલબ કે મફત નું મળે એટલે ઘણા લોકો કોઈ વિચાર કર્યા વિના લઈ જ લે છે.તેવી જ રીતે ઘણા લોકો ને આપવાનો શોખ છે.(મતલબ કે આપવા માટે અહીં સલાહ સિવાય કંઈ જ નથી ) પણ આપ્યું તો આપ્યું જ કેવાય ને , ભલે ને એ ગમે તે હોય.એવી જ ટેવ હતી આપણા જ્ઞાનચંદ ને. રતનપુર ગામ નો નિવાસી એ. અને આ વાત પણ થોડી જૂની છે. મુળ એનું નામ તો ગુલાબચંદ. પણ એની જ્ઞાન આપવા ની ટેવ ન લીધે ગામ આખું એને. જ્ઞાનચંદ કેતું.