પદમાર્જુન - (ભાગ-૩૪)

  • 2.7k
  • 1
  • 1k

પદમા જરૂરી ઔષધિઓ લઇને સારંગના કક્ષમાં પહોંચી. સારંગ તેને જોઈ રહ્યો. તે સાદા વસ્ત્રોમાં પણ અત્યંત સુંદર લાગી રહી હતી. પદમા પાસેથી ઔષધિઓ લઇને કલ્પે ફરીથી લેપ તૈયાર કર્યો અને સારંગને લગાડ્યો. “રાજન, અમને આજ્ઞા આપો.”કલ્પે કહ્યું. “રાજવૈદ્ય, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે.” “હા, કહો.” “એકાંત.”સારંગે કહ્યું.બધા સૈનિકો કક્ષની બહાર ચાલ્યા ગયાં. હવે કક્ષમાં માત્ર કલ્પ, પદમા,સારંગ અને ભાનું જ હાજર હતાં. “રાજવૈદ્ય, હું તમારી પુત્રી સાથે વિવાહ કરવાં માંગુ છું.”સારંગે કહ્યું. કલ્પને લાગ્યું કે સારંગ રેવતી વિશે વાત કરી રહ્યો છે. તેથી તેણે કહ્યું, “પરંતુ રાજન,એ કંઇ રીતે શક્ય બને?તમે રાજા છો જ્યારે અમે તો માત્ર