રાધા ની રાત

  • 3.9k
  • 1
  • 1.4k

એ હાલ...હાલ ..ઝટ... રાધાની માં એને લગભગ ઢસડીને લઇ જતી હતી,પણ બા ઊભી તો રે!રાધાની આંખમાં આંસુ ધસી આવ્યા.તેના કૂણાં રૂપાળા હાથ પર લોહીના ટશિયા ફૂટી ગયા હતા. ઉભુ રેવાય એમ નથી,તું હાલ ઝટ કર,અને આ શું!આ હાથ માં શું છે?રાધાની માં એ જોરથી રાધાના હાથને ખંખેર્યા અને તેના હાથમાં રહેલા રંગબેરંગી પાચિકા જમીનદોસ્ત થઈ ગયા,પોતાની કોઈક બેનપણી જોઈ જશે તો તે લઇ લેશે એ આશયથી રાધા પાછું ફરી ફરી ને જોતી રહી અને તેની માં તેનો હાથ ખેંચતી રહી. હજી તો શેરીના નાકે પહોંચ્યા હશે ત્યાં જ એનો બાપ દેખાયો અને રાધાને આ રીતે જોઈને બોલ્યો,આ છોડીને ભાન નથી