વસુધા - વસુમાં - પ્રકરણ-40

(67)
  • 5.6k
  • 2
  • 3.1k

વસુધા પ્રકરણ-40 ગુણવંતભાઇ કરસન અને મનુભાઇની મદદથી પીતાંબરને શહેરમાં સીટી હોસ્પીટલમાં તાત્કાલીક સારવાર વિભાગમાં દાખલ કરે છે ત્યાં ઇમરજન્સીમાં ડોક્ટર એની સ્થિતિ જોઇ સારવાર તો ચાલુ કરે છે પણ સાથે સાથે તાકિદ કરે છે કે આ અકસ્માતનો કેસ છે પોલીસને પણ જાણ કરવી પડશે. કરસન કહે છે ડોક્ટર તમે તાત્કાલીક સારવાર ચાલુ કરો પોલીસ કંમ્પલેન થઇ ચૂકી છે. હમણાં પોલીસ અહીં આવતીજ હશે હમણાં મારાં મિત્રને સારવાર મળવી જરૂરી છે. સીટી હોસ્પીટલમાં ઇમરજન્સી વોર્ડમાં પીતાંબરની સારવાર ચાલી રહે છે. ગુણવંતભાઇ વોર્ડની બહાર ચિંતાગ્રસ્ત ચહેરે બેઠાં છે મારાં પીતાંબરને આ શું થઇ ગયું ? એ ક્યો નરાધમ હતો જેણે સમજીને આ