કર્મોનો હિસાબ - (ભાગ ૧૬)

  • 3.4k
  • 1.5k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૬ ) આ તરફ ક્રિશ્વી અને મન વચ્ચે જે કલાકોની વાતો થતી એ ઓછી થઈ રહી હતી. મનનું ધ્યાન માત્ર ને માત્ર અનન્યા ને માણવા પર હતું અને ક્રિશ્વી સમજી રહી હતી કે મન કોઈ કામમાં હશે. દરરોજ રાત્રે મનને મેસેજ કરતી મેસેજની રાહ જોતી પણ મન અનન્યા પાછળ સમય વ્યતીત કરવા લાગ્યો હતો. બહુ બધા દિવસના લાગણીસભર સંબંધ, અઢળક પ્રેમ જોઈ ને અનન્યા મનને પોતાનું સર્વસ્વ સોંપવા તૈયાર થઈ હતી. અનન્યા ના મનમાં ક્યાંકને ક્યાંક હતું કે મન એની સાથે એક પ્રેમી નહી પરંતુ પતિ તરીકે રહે. આવું વિચારી એણે મનને એક મેસેજ કર્યો.