શાશ્વતે પદમાની આંખોમાં આવી ગયેલ આંસુઓ લૂછયાં અને પોતાની સાથે લાવેલ ચૂંદડી પદમાને ઓઢાડીને કહ્યું, “પદમા,હું શીઘ્રતિશીઘ્ર વિજયનાં સમાચાર લઈને પાછો આવીશ અને ઉંચુ મસ્તક રાખીને તારી સાથે વિવાહ કરીશ.” “હું તારી રાહ જોઇશ.”પદમાએ કહ્યું અને પોતાની બાજુમાંથી પૂજાની થાળી લઇ શાશ્વતનાં કપાળ પર તિલક કર્યું. ... ગોવિંદ ઔષધિઓ પોતાનાં થેલામાં ભરી રહ્યો હતો. “જ્યેષ્ઠ, તમે સફર પર જાવ છો?”પદમાએ પૂછ્યું. “હા,હું મલંગ રાજ્ય તરફ જાવ છું.” “પરંતુ કેમ?” “પદમા,ત્યાં યુદ્ધ થવાનું છે. માટે આપણાં સૈનિકોને મારી જરૂર પડશે.” “જ્યેષ્ઠ, શાશ્વત અને કાકાનું ધ્યાન રાખજો.”પદમાએ રડમસ અવાજે કહ્યું. ગોવિંદે તેનાં માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, “તું ચિંતિત ન