પાપા - અંકલ

  • 4.3k
  • 1.4k

વહેલી સવારે ઉઠીને ઝડપથી તૈયાર થઇ જવાનું અને સવારે આઠ વાગ્યાની સબર્બન ટ્રેન લઈને ઓફીસ જવાનું..મલાડથી ચર્ચગેટ.આજ નિત્યક્રમ…મલાડ સ્ટેશનથી પાંચ મીનીટના અંતરે જ ચાહવાલા મેન્શનના ત્રીજા મજલા પર કંપનીનો ફ્લેટ હતો…અને કંપનીએ મોહિતને ટ્રાન્સ્ફર ઑર્ડરની સાથેજ ફ્લેટની ચાવી પણ મોકલી આપેલી. સવારે નવ વાગેતો ઈરોઝ પર પહોચવાનું. ચર્ચગેટ સ્ટેશનની બરોબર સામે ઈરોઝ બીલ્ડીંગનાં પાંચમાં માળે એની મલ્ટીનેશનલ કંપનીની ઓફીસ હતી. બપોરે સાડા બાર વાગે લંચ પડે ત્યારે ઇચ્છા મુજબ કાંઈક ખાઈ લે. ક્યારેક ટેલિફોન ઑપરેટર રૂબી સાથે તો ક્યારેક એની ઓફીસ સેક્રેટરી શર્લી સાથે ટીફીનમાંથી લંચ ખાઈ લેતો..આમને આમ બે વર્ષ વીતી ગયાં પણ હજુ એની ટ્રાન્સ્ફર હોમટાઉનમાં થતી ન