પરિતા - ભાગ - 19

  • 3.6k
  • 1.6k

પરિતાએ પાર્થ સાથેનાં પોતાનાં સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. પોતાની જિંદગીમાં પાછી એકલવાયી થઈ ગઈ હતી. પોતાનું કામ હતું એ એટલે અંદરથી તૂટી ગઈ નહોતી પણ ખૂબ જ દુ:ખી થઈ ગઈ હતી. મન એનું દુ:ખી થઈ ગયું હોવા છતાં એનું મન સમર્થ પ્રત્યે ઢળી રહ્યું નહોતું. પોતે અંદર - અંદર જ એકલી - એકલી પોતાનું દુ:ખ ઘટાડવાનો પ્રયત્ન કરી રહી હતી.સમર્થ માટેની બધી જ આશા, આકાંક્ષા તો ક્યારનીય એણે ગુમાવી દીધી હતી. સમર્થને માટે સમયસરનું ભોજન બનાવી રાખવું, સમયસર એનાં કપડાં તૈયાર કરી રાખવા ને એની વસ્તુઓનું ધ્યાન રાખવું, વગેરે જેવા કામો સિવાય ન તો એનાં અને સમર્થ