જીવન સાથી - 44

(20)
  • 5.3k
  • 2
  • 3.3k

અશ્વલ અને સ્મિતની બંનેની લવ માટેની પ્રપોઝલ વચ્ચે આન્યા જોલા ખાતી હતી વિચારોની વણથંભી વણઝારમાં ખોવાયેલી હતી અને શ્રુતિ મેમે તેને એક ક્વેશ્ચન પૂછી આન્સર આપવા માટે ઉભી કરી અને તેનું તો બિલકુલ ધ્યાન જ ન હતું.. મેમે તો બરાબર ગુસ્સો કર્યો અને લેક્ચરમાં ધ્યાન ન આપવું હોય તો ક્લાસરૂમની બહાર નીકળી જવા માટે કહ્યું... ઑહ માય ગોડ... આન્યા તો સ્મિત ઉપર વધારે ગુસ્સે થઈ... એક પછી એક લેક્ચર પૂરા થયે જતા હતા પરંતુ આજે આન્યાનું ધ્યાન ભણવામાં બિલકુલ નહતું. બસ તેનું ચિત્ત તો તેજ વાત ઉપર ચોંટેલુ હતું કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે કોઈ મને