મેં અગાઉ જણાવેલું તેમ હાલ હું મસ્કત છું. મસ્કત ઓમાન દેશની રાજધાની છે. આપણા માંડવી ની લગભગ સામે આવેલું સમૃદ્ધ શહેર છે.અહીં 80 ના દાયકામાં ગુજરાતીઓ ઘણા રહેતા હતા. 95 કે 2000 આસપાસ કેરાલીઓ નું આગમન થયું અને આજે જ્યાં જુઓ ત્યાં કેરાલીઓ થી ઉભરાતા મોલ અને જગ્યાઓ જોવા મળે .કોઈ પણ શહેરી પ્રજાની જેમ અહીં પણ આખું અઠવાડિયું કામ કરી શુક્ર શની ની રજામાં લોકો કાં તો સાંજે ફરવા ઉમટી પડે અને કાં તો નજીકનાં સ્થળે પિકનિક કરવા જાય.અમારી એવી જ અર્ધા દિવસની પિકનિક ની વાત કરીશ. મસ્કત થી 130 કિમી દૂર ડાયકાહ (dayquah) ડેમ આ રજાને દિવસે અર્ધોદિવસની