બ્લડ ડાયમંડ

  • 3.3k
  • 1
  • 1.2k

દુનિયામાં વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની સામાજિક, રાજકીય, આર્થિક વગેરે તકલીફ હોય તે નવાઇની વાત નથી. કોઈ સમસ્યા હદથી વધુ કાળાશ ધરાવતી હોય તો તેના વિશે વિસ્તૃત, અજાણી અને ઊંડી માહિતી જાણીને સૌને આશ્ચર્ય થાય કે ક્યારેક ઝટકો લાગે તે સ્વાભાવિક છે. ઘણાં સામાજિક કાર્યકર્તાઓ, સંસ્થાઓ, પત્રકારો વગેરે ચોક્કસ પ્રદેશની ચોક્કસ એવી દુનિયાથી અજાણી સમસ્યા અંગે ખાસ માહિતી વિશ્વ સમક્ષ અલગ અલગ માધ્યમથી રજૂ કરતા હોય છે. જેમાં આંતરરાષ્ટ્રીય મેગેઝીન તથા આર્થિક રીતે સંપન્ન વર્તમાનપત્રોનો ખૂબ મોટો ફાળો રહેલો છે.આવી માહિતીનું સ્વરૂપ મોટાભાગે લેખ, વાર્તા, ફોટોસ્ટોરી, કે નવલકથા જેવું રહેતું હોય છે. પરંતુ ક્યારેક ઓડિયો-વીડિયો માધ્યમના સહારે સરસ ટેલિફિલ્મ (દસ્તાવેજી ફિલ્મ)