(સીતાપુર જવા નિકળેલા જીગ્નેશને પોતાનુ બચપણ. પોતાનો ભુતકાળ યાદ આવવા લાગ્યો હતો.)... રામપુર ના બસસ્ટેન્ડ ઉપર બેઠેલા. જીગ્નેશ અને ચકોરી. બસ ના આવવાની રાહ જોતા હતા. અને જીગ્નેશ પોતાના ભૂતકાળના વિચારો માં ખોવાયેલો હતો. અને ચકોરીએ જયારે એને પૂછ્યું કે." મે તમને બહુ તકલીફ આપકી કાં?" જવાબ માં જીગ્નેશ બોલેલો,"તમે મને તકલીફ નહિ. પણ મારો ભૂતકાળ મને આપ્યો છે" ત્યારે આશ્ચર્યથી જીગ્નેશને તાકતા ચકોરી એ પુછ્યુ. "હું કઈ સમજી નહિ?" અને બરાબર એજ સમયે બસ આવીને ઉભી રહી, બંને જણા બસ માં ચડ્યા. સીટ ઉપર ગોઠવાયા. અને બસ રામપુર થી સીતાપુર તરફ દોડવા લાગી. લગભગ દોઢ થી બે કલાક ની