કર્મોનો હિસાબ - (ભાગ ૧૫)

(13)
  • 3.7k
  • 1.6k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૫ ) અનન્યા મનના ખભા પર માથું ઢાળી આંખ બંધ કરી પડી રહી. મન પણ માથે હાથ ફેરવી, હાથમાં હાથ રાખી, મનોમન ખુશ થઈ સાંત્વના આપવા લાગ્યો. માથા પર હળવી કિસ પણ કરી. અનન્યા બહુ સમય પછી આજે કોઈની આગોશમાં હતી અને એ શાંત થઈ હતી. લગભગ ૧૫ મિનિટના આ સમયમાં એકપણ શબ્દની ભલે આપલે ના થઈ હોય પણ લાગણીઓ ભરપૂર હતી અનન્યા તરફથી. આ તરફ મનને જાણે ફરી મોકળું મેદાન મળ્યું હોય એમ અનન્યાની લાગણીઓ સાથે રમત રમવાનું નક્કી કરી લીધું હતું. પત્ની કાવ્યા, અનહદ પ્રેમ કરતી ક્રિશ્વી આ બધું જ ભૂલી ફરી મન