દીક્ષા-પર્વ - ગગન ગિલ

  • 3.1k
  • 1
  • 1.1k

‘દીક્ષા-પર્વ’ ગગન ગિલ મેં એમની પાસેથી ઉપદેશ નહોતો લીધો, ન તો દીક્ષા. તેઓ મારી સંગાથે ચાલ્યા આવે છે, હું એમના સંગાથે. એ મારું રહસ્ય છે, મારા આંતરમનની વણઊકલી હલચલ. જ્યારે પણ હું કઈ કહેવા જતી, પિતા ટાળી દેતા. એ નાનકડા દિલ પર ન જાણે શું શું વિતતું હશે. રવાલસર. 1976. મનાલી જતાં અમે રોકાયા છીએ. ગુરૂદ્વારામાં ગુરુ ગોવિંદસિંહના શસ્ત્ર, જૂતા, પલંગ જોઈને આવ્યા છીએ. વહેલી સવાર છે. એક ગોમ્પાની (બૌધ્ધ મઠ)બહાર અમે બેઠાં છીએ. ન જાણે કેમ ! આ મારા જીવનનો પહેલો ગોમ્પા છે – ગુરુ પદ્મસંભવનું સ્મૃતિ-સ્થાન. અમે જ્યાં બેઠાં છીએ ત્યાંથી ભીતરનું બધું –મોટાં મોટાં બ્યૂગલ, ઘંટ, નગારા